Powered By Blogger

ગુજરાતી ગઝલ

બુધવાર, 2 નવેમ્બર, 2011

અમથી અમથી ઊભી રહી ને તું આવ્યો છે
એવું ધારી એક ઢોલિયો ઢાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

ઘડીક થાતું ચાલી જાઉં ઉમ્બરની બહાર હું
ઘરનું પેલું બંધ બારણું ખોલી
સાંકળ સુધી હાથ પહોંચતા કોઇ મને રોકીને રાખે
અંદરથી કૈં બોલી

આંખોની અંધારી ગલીએ ભૂલાં પડેલાં
સપનાંઓને કેમ હું પાછા વાળું?
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

એક અરજ આ મારી ખાલી પોતે આવી
મારી અંદરનું અંધારું પીવો
સ્મરણોના અજવાળે મારું આખું યે ઘર
ઝગમગ ઝગમગ શાને કરને દીવો?

દીવો કરતા અંધારાને નામ લઇને તારું
હમણાં હમણાંથી હું ટાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…
-અશોક ચાવડા
તારા હ્રદયની વિશાળતા વિશે લખું ??
કે તારી ને મારી મિત્રતા વિશે લખું ??
કોરીધાકર તારી લાગણીઓ વિશે લખું ??
કે તને કોરી ખાતી આ એકલતા વિશે લખું ??
સમયે મારેલા તમાચાઓ વિશે લખું ??
કે સંબંધમા મળેલા વિશ્વાસઘાત વિશે લખું ??
સ્વપન વીહોણી તારી રાતો વિશે લખું ??
કે નીસાસા થી ભરેલા તારા શ્વાસ વિશે લખું ??
સ્પંદન વીહોણા તારા અહેસાસ વિશે લખું??
કે કોઇને સ્પર્શેલા તારા સંભારણા વિશે લખું ??
લખવા માટે તો ઘણુ બધુ છે મારા વાહલા,
હવે તુજ કહે કે હું શેના વિશે લખું ???
તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

- ભરત વિંઝુડા
એકાંતમાં જન્મેલાં
મારાં સઘળાં શમણાંઓનો
વંટોળિયો ઝાંઝવાના
નીર જેવા રણદ્વીપમાં
તોફાને ચઢ્યો
વેરણ થયેલી વહેલી પરોઢની
નીંદરમાં
ધ્રુજતી ટાઢની જેમ
ગોદડીમાં મોઢું ઘાલી તું
ઊંટનાં અઢાર વાંકા
જેવા હજાર વાંધા
સાથે મારી દ્વિધા ઠારે
ત્યારેજ મને થાયકે
વંટોળીયો શમી કેમ કરી ગયો
કદીક કોલાહલ કરતી કાબરોમાં
એક બિલાડી કૂદે
ને શાશ્વત શાંતિનાં કબૂતરો
ફડ ફડ…ફડ…ફડ,,ફડ..ફડ
પનિહારી નીકળી
ઘેલી રે ઘેલી!
હજી તો સવારને વાર છે
તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે
તારા કદમો થી રણ પણ ખીલી જશે
એક મારો વરસાદ, એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો
સૌ સૌનાં હૈયામાં સૌનો વરસાદ લઈ
જોને વહેતા જાય લોકો

મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે ?
પાછો દેતાં એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે ?
વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જો જે વહી ન જાય મોકો…

મારો વરસાદ ઝૂલે જાંબલિયા ઝૂલણે
તારો વરસાદ રંગ રાતે
એક પછી એક રંગ રસ્તા ઓળંગીને
વળગીશું લીલેરી વાતે
આપણું એ મેઘધનુ એવું તો ઝૂલશે
કે વાદળાંય કહેશે કે ‘રોકો’

– મનોજ્ઞ
સાચકલું સબ તરે, કેટલી મજા !
ખોટાડું ખબ ખરે, કેટલી મજા !

બાવળિયના ઝુંડે ના જન્મારો ખોવો,
પથ્થરમાંથી કોક ફુવારો ફૂટતો જોવો;
સૂક્કી ડાળે ફરફર જ્યારે થાય ફૂલની ધજા,
કેટલી મજા !

વાડો આડે ભોમ ભીતરી બદ્ધ ન કરવી,
મધરાતેયે નભગંગાથી ગાગર ભરવી ;
ઉજ્જડ વાટે હોય વરસવા વીજવાદળને રજા !
કેટલી મજા !

પડઘાઓથી નથી કાનને કરવા બ્હેરા,
પડછાયાના હોય નહીં સૂરજને પ્હેરા ;
કાદવનાં કમળોએ ખીલી સરવર મારાં સજ્યાં !
કેટલી મજા !
છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા
આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું. હો આજ…

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને
ધરતીએ મેલીને દીવા,
ફૂલોએ ફોરમને આલી આલીને એનું
અંગેઅંગ મહેકાવ્યું !

હો આજ….

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા
ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ
અંધારાનેયે નચાવ્યું !

હો આજ…

વીતી છે બર્ષા ને ધરતી છે તૃપ્ત આજ,
આસમાન ખીલી ઊઠ્યું :
ઊડે આનંદરંગ ચોમેર અમારો એમાં
અંધારું આજે રંગાયું !

હો આજ….

થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને
ચાંદાના યે વ્રત થાતાં,
આનંદઘેલા હૈયે અમારા આજ
અંધારાને યે અપનાવ્યું !

હો આજ…

– પ્રહલાદ પારેખ
હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો
સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો
એકમેક ને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે
મનગમતા માળાનુ સપનુ જોયુ છે સન્ગાથે
અણગમતુ જ્યા હોયે કશુ ના
માળો એક હુન્ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો
મનગમતી ક્શન ના ચણચણીએ
ના કરશુ ફરિયાદ;
મખમલ મખમલ પીન્છા વચ્ચે
રેશમી હો સન્વાદ
સપના કેરી રજાઇ ઓઢી
માણીએ સ્પર્શ સુન્વાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!
મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ
એક્મેકના સાથમા શોભે વ્રુક્શ ને વીટી વેલ
મનહર મદભર સુન્દરતામા હોયે આપણો ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!
-તુશાર શુક્લ
એક શાયરી રજુ કરું છું

સ્નેહનું મીલન જેટલું મધુર છે..
એ સ્નેહ થી દીલ ચુર ચુર છે...
આકાશ ને ધરતી આમ તો મળતા નથી....
... તોય ક્ષીતીજ નુ નામ મશહુર છે..
ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે;
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે !

- ગની દહીંવાલા
નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે.

દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.

બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.

બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય !
છૂપો વસંતની વાણીમાં વેરભાવ હશે.

અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.

પણે રસે છે સિતારાને લાગણીના રસે,
કોઈ તો રોકો, કે એ આપણો સ્વભાવ હશે.

હસી પડે છે હવે તો ઉદાસીઓ ય ‘ગની’ ,
નવી નવાઈના જન્મેલ હાવભાવ હશે.

- ગની દહીંવાળા
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

-’ગની’ દહીંવાળા
ઋતુ હો કોઈ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.

-ગની દહીંવાળા
કૃપા કર એટલી ઈશ્વર,ધાર્યું થવા દે,
તું મારા ઘરને હવે, મારું થવા દે.

નવો કઈ ખેલ તું ખેલી, મને જાદુગર થવા દે,
સાધન અંધકાર છુમનત્ર થવા દે.
...
દુવા માંગું કે મારા કદ પ્રમાણે ,
કડી તો માપસર ચાદર થવા દે.

ધણી મેહનત કરી છે જીંદગીભર,
હવે પેરસેવાને અતર થવા દે.

મને પણ પૂજશે ઘણા લોકો યકીનન,
મને પણ પીર કે પત્થર થવા દે.

મને ડર છે કોઈ તફડાવી જશે,
ગઝલ પર મારા હસ્તાક્ષર થવા દે.

ગણી છે કેટલી માળા, પૂજ્યા છે કેટલા પથ્થર
અગણિત કાપ્યા છે અંતર, હવે તારા દર્શન થવા દે
તમે ફ્રી થાવ ત્યારે મને ફોન કરજો ને
મારે તમારી પાસેથી એક જરુરી સલાહ લેવી છે!
કે
.
.
.
.
.
.
.
તાજમહેલ વેચાવાનો છે!
લેવાય?
કે




નવો બનાવાય હૈ?
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

- ચિનુ મોદી ‘ઇર્શાદ