Powered By Blogger

ગુજરાતી ગઝલ

સોમવાર, 24 ઑક્ટોબર, 2011

ઊંટ કહે: આ સભામાં

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

– દલપતરામ
પરીચય છે મંદિર માં દેવોને મારો,અને મસ્જિદો માં ખુદા ઓળખે છે,
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ થી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. – શૂન્ય પાલનપુરી

સળગતો શબ્દ

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.
અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું. કદી
હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.
ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.
પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું. ‘ગની’,
તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું. - ગની દહીંવાલા
સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.
પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ,
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.
વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક,
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.
માટીને મહેકવાની ગતાગમ નથી હજી,
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.
અંધાર આવું આવું કરે બારી બા’રથી,
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ-પડ્યો.
સૂરજના મનના મેલ નિશાએ છતા થયા,
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો.
કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.’

.......- ગની દહીંવાલા

"Just Jking"

પેટ પકડીને હસી લોઃઃઃઃ જો તમે "એકાંત"મા બેઠા હો અને નાક મા આંગડી નાખો અને એક મોટો એવો ગુંગો બહાર નીકડૅ તો તમે સુ કરો???
(૧) બેડ પર લગાવસો.. ...
(૨)દિવાલ પર ચિપકાવસો..
(૩)સોફા પર ચિપકાવસો..
(૪) કે નાનો એવો બોલ બનાવસો..

જવાબ આપવો ફરજીયાત છે.... જો તમે જવાબ નહી આપો તો હુ સમજીસ કે તમે એ ગુંગો ખાઈ ગયા...!!!
ખિ ખિ ખિ ખિ.........

"તડપ પણ છે અને જલન પણ છે."

તડપ પણ છે , જલન પણ છે,

કોઇ તને જુએ એની મને અગન પણ છે..

ખુલ્લા આકાશ નીચે કરીએ ગુફ્તગુ,

આપણને સમેટી લે એવું ગગન પણ છે..

ધ્યેય મારું તારી ખુશીયોમાં એકત્ર થયું,

વિફરી ગયેલી વેદનાઓનું પાગલપન છે..

હું રોકું મારી જાતને, છતાં ઉડી-ઉડી જાઉ,

તારી પાસે જ ધકેલે એવો પવન પણ છે..

શરીરથી જુદા આવેગ નથી હોતાં,

તારા ઉંડાણ સુધી પહોંચવાની લગન પણ છે..

કદાચ આપણે ન મળીએ પછી,

ઉમ્રભર મુલાકાત સ્થિર હોય, એવું મન છે..