તડપ પણ છે , જલન પણ છે,
કોઇ તને જુએ એની મને અગન પણ છે..
ખુલ્લા આકાશ નીચે કરીએ ગુફ્તગુ,
આપણને સમેટી લે એવું ગગન પણ છે..
ધ્યેય મારું તારી ખુશીયોમાં એકત્ર થયું,
વિફરી ગયેલી વેદનાઓનું પાગલપન છે..
હું રોકું મારી જાતને, છતાં ઉડી-ઉડી જાઉ,
તારી પાસે જ ધકેલે એવો પવન પણ છે..
શરીરથી જુદા આવેગ નથી હોતાં,
તારા ઉંડાણ સુધી પહોંચવાની લગન પણ છે..
કદાચ આપણે ન મળીએ પછી,
ઉમ્રભર મુલાકાત સ્થિર હોય, એવું મન છે..
ગુજરાતી ગઝલ
-
તડપ પણ છે , જલન પણ છે, કોઇ તને જુએ એની મને અગન પણ છે.. ખુલ્લા આકાશ નીચે કરીએ ગુફ્તગુ, આપણને સમેટી લે એવું ગગન પણ છે.. ધ્યેય મારું તા...
-
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી, આ બરફ તોડી શકાશે, ચાલ,...
-
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા; ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે; બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી; કૂતરાની પૂછ્ડીનો, વાંકો ...
-
પેટ પકડીને હસી લોઃઃઃઃ જો તમે "એકાંત"મા બેઠા હો અને નાક મા આંગડી નાખો અને એક મોટો એવો ગુંગો બહાર નીકડૅ તો તમે સુ કરો??? (૧) બેડ ...
-
કૃપા કર એટલી ઈશ્વર,ધાર્યું થવા દે, તું મારા ઘરને હવે, મારું થવા દે. નવો કઈ ખેલ તું ખેલી, મને જાદુગર થવા દે, સાધન અંધકાર છુમનત્ર થવા દે. ...
-
એક શાયરી રજુ કરું છું સ્નેહનું મીલન જેટલું મધુર છે.. એ સ્નેહ થી દીલ ચુર ચુર છે... આકાશ ને ધરતી આમ તો મળતા નથી.... ... તોય ક્ષીતીજ નુ ના...
-
એક મારો વરસાદ, એક તારો વરસાદ અને પેલો વરસાદ જરા નોખો સૌ સૌનાં હૈયામાં સૌનો વરસાદ લઈ જોને વહેતા જાય લોકો મારા વરસાદને લાગે જો એકલું તો ...
-
ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે, જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે; જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં, જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે...
-
નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે, મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે. દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે ! જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘...
-
એકાંતમાં જન્મેલાં મારાં સઘળાં શમણાંઓનો વંટોળિયો ઝાંઝવાના નીર જેવા રણદ્વીપમાં તોફાને ચઢ્યો વેરણ થયેલી વહેલી પરોઢની નીંદરમાં ધ્રુજતી ટ...
સોમવાર, 24 ઑક્ટોબર, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

so byutti blogeer i like it
જવાબ આપોકાઢી નાખો